જાહેરાત@ગુજરાત: ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા સરકારી નોકરીઓ માટેની સૂચના જાહેર, આ રીતે કરો અપ્લાય કરો

 તેમાં BA, B.Com અને B.Sc ડિગ્રી હોવી જોઈએ.
 
જાહેરાત@ગુજરાત: ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ  દ્વારા સરકારી નોકરીઓ માટેની સૂચના જાહેર, આ રીતે કરો અપ્લાય કરો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગ્રેજ્યુએશન થયા પછી સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે નોકરીના સમાચાર છે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા સરકારી નોકરીઓ માટેની સૂચના જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમે આ પોસ્ટ્સ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકો છો.

NIACL દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. આ માટે અરજી કરવા માટે ઉમેદવારો છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં ફોર્મ ભરી દેવું જોઈએ. ફી જમા કરાવવાની પણ આ છેલ્લી તારીખ છે. ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે નીચે આપેલા સ્ટેપને ફોલો કરવા જોઈએ.

NIACL ભરતી માટે આ રીતે કરો અપ્લાય

  • ભરતી માટે અપ્લાય કરવા ઓફિશિયલ વેબસાઈટ newindia.co.in પર વિઝિટ કરો
  • વેબસાઇટના હોમ પેજ પર લેટેસ્ટ અપડેટ્સ લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ NIACL આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2024 ઑનલાઇન અરજી કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • આગળના પેજ પર અપ્લાય ઓનલાઈન વિકલ્પ પર જાઓ.
  • જરૂરી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન પછી લૉગિન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.
  • અપ્લાય કર્યા પછી પ્રિન્ટ જરુર થી લેવી.

સરકારી નોકરી માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા ફી જમા કરાવ્યા પછી જ પૂર્ણ કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 850 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ સિવાય SC અને ST માટે 100 રૂપિયા ફી છે. ફી ઓનલાઈન ચૂકવી શકાય છે.

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. તેમાં BA, B.Com અને B.Sc ડિગ્રી હોવી જોઈએ.

આસિસ્ટેન્ટની જગ્યા માટે લાયક ઉમેદવારોની પસંદગી ત્રણ લેવલની પરીક્ષાથી કરવામાં આવશે. આમાં પ્રથમ પેપર 2 માર્ચ 2024ના રોજ લેવાશે. આમાં પસંદગી પામેલાઓએ બીજા પેપરમાં હાજર રહેવાનું રહેશે. આ પોસ્ટ માટે પસંદ થયા પછી ઉમેદવારોને દર મહિને 70,000 રૂપિયાથી વધુનો પગાર મળશે. આ સિવાય અન્ય સરકારી ભથ્થાનો પણ લાભ મળી શકશે.