જાહેરાત@ગુજરાત: ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેમાં આવી વિવિધ જગ્યાઓ પર ભરતી

અરજી ફોર્મમાં ભરવા માટે જરુરી વય મર્યાદા
 
Ongc

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં (ONGC) નોકરી કરવા માગતા ઉમેદવારો માટે શાનદાર મોકો આવ્યો છે. આ ભરતી અંતર્ગત જૂનિયર કંસલ્ટેંટ્સ/એસોસિએટ કંસલ્ટેંટ્સ બનવાનો શાનદાર મોકો આવ્યો છે. જો આપ આ પદ પર સંબંધિત યોગ્ય ધરાવો છો તો ઓએનજીસીની વેબસાઈટ પર જઈને અપ્લાઈ કરી શકશો. આ પદ પર અરજી પ્રક્રિયા શરુ થઈ ચુકી છે અને અપ્લાઈ કરવા માટે ફક્ત 3 દિવસ બાકી છે.

સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી માધ્યમથી કુલ 12 પદ ભરવાના છે. જો તમે પણ આ પદ પર નોકરી કરવા માગો છો તો, સૌથી પહેલા અહીં વાંચી લો. જેથી ફોર્મ સારી રીતે અને સરળતાથી ભરી શકો. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે.

યોગ્યતાઓ


જૂનિયર કંસલ્ટેંટ અને એસોસિએટ કંસલ્ટેંટ- જે પણ ઉમેદવાર અરજી કરવા માગે છે તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલ સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.

અરજી ફોર્મમાં ભરવા માટે જરુરી વય મર્યાદા


જે પણ ઉમેદવાર આ પદ પર અરજી કરવા માગે છે, તેમની વય મર્યાદા વિજ્ઞાપનમાં પ્રકાશિત થવાના સમય 65 વર્ષથી ઓછી હોવી જોઈએ.

ઓએનજીસીમાં આવી રીતે કરો અરજી


ઉમેદવાર જે પણ આ પદ પર અરજી કરવા માગે છે, તેમને અરજી ફોર્મ સાથે જરુરી દસ્તાવેજ ડ્રિલિંગ સેવા વિભાગને kumar_vinod12@ongc.co.in પર ઈમેલ કરી શકશો. અથવા અરજી ફોર્મેટમાં ફોર્મ ભરીને સ્કેન કરવામાં આવેલા તમામ ડોક્યૂમેન્ટ સાથે નંબર નંબર 04, બીજો માળ, કેડીએમ ભવન, મેહસાણા એસેટ મોકલવાનું રહેશે.

સેલરી


જે પણ વ્યક્તિ આ પદ પર પસંદગી પામશે, તેમને નીચે આપેલી પગાર ધોરણ અનુસાર ચુકવણી થશે. તો આવો જાણીએ વિસ્તારથી....

જૂનિયર કંસલ્ટેંટ (ઈ3)-પ્રથમ વર્ષ 27,000 અને બીજા વર્ષે 28,350
એસોસિએટ કંસલ્ટેંટ (ઈ4 અને ઈ5)- પ્રથમ વર્ષ 40,000 અને બીજા વર્ષે 42,000
રહેઠાણ પર કાર્યાલય માટે ખર્ચ- સચિવ, નોકર, વગેરે માટે 65,00 દર મહિને

અરજી કરવા માટેની લિંક

સત્તાવાર નોટિફિકેશન

આવી રીતે મળશે નોકરી


ઓએનજીસી ભરતી 2024 માટે ઉમેદવારોની પસંદગી નિમ્નલિખિત રીતે થશે

તારીખ અને સ્થળ- શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ દ્વારા સૂચના આપવામાં આવશે.

પસંદગીના માપદંડ


લેખિત પરીક્ષા- 80 ગુણ
ઈન્ટરવ્યૂ- 20 ગુણ
કુલ ગુણ- 100