બનાવ@સુરત: 6 વર્ષનું બાળક સિક્કો ગળી જતા માતા પિતા હોસ્પિટલ તરફ દોડતા થયા

ફેફસાં વચ્ચેની નળીમાં સિક્કો
 
બનાવ@સુરત: 6 વર્ષનું બાળક સિક્કો ગળી જતા માતા પિતા હોસ્પિટલ તરફ દોડતા થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  સુરતમાં મોબાઈલ જોતું બાળક મોંમા રાખેલો સિક્કો ગળી ગયો હતો. જેથી શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ તરફ દોડતા થયા હતા. બાળકની માતા સંગીતા દેવીએ જણાવ્યું હતું કે, મારું બાળક 6 વર્ષનું છે.

મોબાઈલ જોતો હતો સાથે મોંમા સિક્કો રાખ્યો હતો. જે ગળી ગયો હતો. સૌ પ્રથમ તેને તકલીફ થતાં અમે નજીકના દવાખાને લઈ ગયા હતાં, પરંતુ તબીબોએ કહ્યું કે, તેને સિવિલ લઈ જાઓ. એટલે અમે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. અહીં તેનો એક્સ રે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું કે, બાળકને ઈમર્જન્સીમાં લાવવામાં આવ્યું હતું. તાત્કાલિક તેનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકના ફેફસાં વચ્ચેની નળીમાં સિક્કો દેખાયો હતો. જેથી તાત્કાલિક તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો છે. ઓપરેશન બાદ સિક્કો સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાલ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જોકે, બાળકોને સિક્કા કે મોબાઈલ આપતાં પહેલાં દરેક માતા-પિતાએ સાવધાની દાખવવી જોઈએ.