ઘટના@હળવદ: સગાઇ બાદ હરવા ફરવા માટે પરિવાર છૂટ આપી દેતા,એવો બનાવ બન્યો કે લોકોને નવાઈ લાગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલના સમયમાં સગાઇ બાદ હરવા ફરવા માટે પરિવાર છૂટ આપી દેતા હોય છે જોકે ક્યારેક આવી છૂટ આપ્યા બાદ પસ્તાવાનો વારો આવતો હોય છે આવો જ કિસ્સો હળવદ પંથકમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાં સગીરા સાથે સગાઇ બાદ મંગેતરે શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં સગાઇ પણ તૂટી ગઈ હતી જોકે શરીર સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની હતી અને તાજેતરમાં બાળકીને જન્મ આપ્યો હતો જે બનાવને પગલે ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ગ્રામ્ય પંથકમાં સગીરાની સગાઇ હળવદ વીસ્તારમાં રહેતા ગોપાલ સાથે એકાદ વર્ષ પેહલા સગાઇ કરવામાં આવી હતી અને સગાઇ બાદ આરોપી મંગેતર ઘરે અવારનવાર આવતો હતો અને સગીરાના પિતાની ગેરહાજરીમાં શરીર સંબંધ બાંધ્યો હતો
જેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી દરમિયાન આરોપી મંગેતર સાથે સગાઇ પણ તૂટી જવા પામી હતી તો સગીરા ગર્ભવતી બની હોય જેમાં સગીરાને બાળકીને જન્મ આપ્યો છે જેથી બનાવ મામલે ભોગ બનનારના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે