ગુનો@મોરબી: સ્મશાન ખાતેથી પાણીની મોટર-રોકડ અને ચોકીદારના મોબાઈલની ચોરી થયાની ઘટના સામે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીના રોહીદાસપરા મેઈન રોડ પર વિજયનગર શેરી ૧ માં રહેતા ૬૧ વર્ષીય દેવજીભાઇ ગોરાભાઇ મકવાણાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે દેવજીભાઈ શ્રધ્ધા યમુના સોસાયટી પાસે આવેલ સ્મશાન ની દેખરેખ કરે છે.ત્યારે ગત તા.ના રોજ ત્યા આવેલ પાણીના ટાકાની મોટર ચાલુ કરવા માટે જતા પાણીની નાની મોટર ત્યા જોવામા આવેલ નહી.
જેથી તેમણે સ્મશાનના ચોકીદાર સંદીપભાઇને બોલાવી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ચોકીદાર સંદીપભાઇ રાતના એક વાગ્યા સુધી જાગતા હતા. જે બાદ તેમણે પોતાનો VIVO કંપનીનો Y21L મોબાઇલ રૂમની બારીએ ચાર્જીંગમા મુકેલ અને પોતાનું પાકીટ પણ મોબાઇલની બાજુમા રાખ્યું હતું. સવારે પાંચ વાગ્યે ઊઠીને જોતાં મોબાઇલ તથા પાકીટ મળી આવ્યા ન હતા. જે બંનેની શોધખોળ દરમિયાન પાણીની મોટરની પણ ચોરી થઈ હતી.
આમ સ્મશાનમાથી એક પાણીની નાની મોટર રૂ.૩૦૦૦, પાકીટમાં રોકડ રૂ. ૧૧,૦૦૦ અને રૂ.૧૦,૦૦૦ની કિમતનો VIVO કંપનીનો Y21L મોબાઇલ સહિત કુલ રૂ.૨૪,૦૦૦ની મતાની ચોરી થયાનું સામે આવ્યું હતું.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે