ઘટના@ભરૂચ: પેટ્રોલ પંપ પર બે બાઈકર્સ બાઇકમાં પેટ્રોલ ભરાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે

પેટ્રોલ ભરાવી પેમેન્ટ આપ્યા વગર નાસી ગયા 
 
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં  આવેલ પેટ્રોલ પંપ પર  બે બાઈકર્સ બાઇકમાં પેટ્રોલ ભરાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ ખાતે  સ્પોર્ટ્સ બાઈક પર આવેલા  બાઇક સવાર 2 યુવાન પેટ્રોલ ભરાવી પેમેન્ટ આપ્યા વગર નાસી ગયા હતા. આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. પંપના ફિલરોએ બાઈક સવાર પાછળ દોડવા છતાં ફરાર બાઈક સવાર હાથ લાગ્યા ન હતા. પેટ્રોલ પંપ પર બંને યુવાનો સ્પોર્ટ્સ બાઈક લઈ પેટ્રોલ ભરાવા આવ્યા હતા. પેટ્રોલ પંપના ફિલરે પેટ્રોલ ભરી પંપમાં નોઝલ મૂકી રહ્યો હતો ત્યારે આ સમયની તકનો લાભ ઉઠાવી બાઈક સવાર ફરાર થઈ ગયા હતા.