ગુનો@હળવદ: માર્કેટયાર્ડ ખાતે વેપારીના મોટર સાયકલની ચોરી થયાની ઘટના સામે

 જે ધટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે
 
ગુનો@હળવદ: માર્કેટયાર્ડ ખાતે વેપારીના મોટર સાયકલની ચોરી થયાની ઘટના સામે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા જ હોય છે.હળવદના ચરાડવા ગામે રહેતા મનસુખભાઈ હરજીભાઈ સોનાગ્રાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવે છે અને વેપાર કરે છે.

ગત તારીખ ૦૩- થી ૧૦ સુધી હળવદ માર્કેટિંગ યાર્ડ સાતમ આઠમના તહેવાર નિમીતે બંધ રહ્યું હતું. જેને પગલે મનસુખભાઈ પોતાના રૂપિયા ૫૦ હજારની કિંમતના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ GJ-36-P-4246ને હળવદ માર્કેટિંગ યાર્ડમાં પોતાની દુકાન સામે પાર્ક કરીને જતા રહ્યા હતા.
જે બાદ તારીખ ૧૧ના રોજ વેકેશન ખુલતા તેઓ સવારના ૦૮:૦૦ વાગ્યાના સમયે પોતાની દુકાન ખાતે આવ્યા હતા ત્યારે મનસુખભાઈનું મોટરસાયકલ ક્યાંય મળી આવ્યું ન હતું. જેથી મનસુખભાઈએ તેમની દુકાનમાં લગાવેલા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા તારીખ ૦૯ ના રોજ રાતના ૦૯:૦૦ થી ૧૦:૦૦ વાગ્યાના અરસામાં એક તસ્કર માર્કેટિંગ યાર્ડ ખાતે દાખલ થયો હતો અને તેણે મોટરસાયકલનું લોક તોડીને મોટરસાયકલની ચોરીને અંજામ આપ્યો હતો.જે ધટના સીસીટીવીમાં કેદ થઇ છે જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે