ગુનો@ગુજરાત: પોલીસના ખોટા સહી સિક્કા બનાવનાર એજન્ટની ધરપકડ કરી

પોલીસ સ્ટેશનમાં ગુલામ રસુલ ઈબ્રાહીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
 
ગુનો@ગુજરાત: પોલીસના ખોટા સહી સિક્કા બનાવનાર એજન્ટની ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વટવા બીબી તળાવ નજીક રહેતા શાહબાજ મોહમદ અરબ કુરેશી નામનો યુવક ઓલા ઉબેરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. લોન લઈને એક બાઈક લીધું હતું જેના હપતા પૂરા થઇ ગયા બાદ નવી આરસી બુક લેવા માટે ત્રણેક મહિના આગાઉ ઘોડાસરના એક આરટીઓ એજન્ટને નવી આરસી બુક લેવાનું કામ રૂ. ત્રણ હજાર આપીને સોપ્યું હતું. ઘોડાસરના પ્રકાશ ગદાણીએ સરખેજના એક વ્યક્તિને નવી આરસી બુક લાવવાનું કામ સોપ્યું હતું. સરખેજ જુહાપુરામાં રહેતા શખ્સે વટવા પોલીસ સ્ટેશનનો સિક્કો અને પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ રાઉન્ડ સિક્કો ઇન્કમટેક્સ સર્કલ નજીકથી બનાવડાવી પોલીસ પ્રમાણપત્ર આપ્યું હતું.

૨૯ ઓગસ્ટે એજન્ટે વસ્ત્રાલ આરટીઓની એપોઇન્ટમેન્ટ લઇ આપી હતી. પરંતુ યુવક જ્યારે આરટીઓમાં ગયો ત્યારે કાગળો અધૂરા હોવાનું કહીને આરટીઓના કર્મીઓએ પાછો મોકલ્યો હતો. યુવકે ફરીથી એજન્ટનો સંપર્ક કર્યો અને બીજી વખત એપોઇન્ટમેન્ટ ૧૪ સપ્ટેમ્બરની લઈને આરટીઓ કચેરી યુવક પહોચ્યો ત્યારે હકીકત સામે આવી કે જાવક નંબર વગરનું પ્રમાણપત્ર છે જેથી આરસી બુક મળી ન હતી. તેથી પ્રકાશ ગદાણીએ સુલામ રસુલ સાલારને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને પોલીસની હાજરીમાં હકીકત પૂછતાં સુલામ રસુલ સાલર ભાંગી પડ્યો અને પોતે કરેલા ગુનાની કબૂલાત કરી લીધી હતી, યુવકની ફરિયાદના આધારે વટવા પોલીસે ગુલામ રસુલ ઈબ્રાહીમ સાલાર ધરપકડ કરી છે.