ચૂંટણી@ગુજરાત: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મનપાના ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ, જાણો કોના નામ સામે આવ્યા ?

અમદાવાદ મનપામાં 4, વડોદરા મનપામાં 2 અને સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણી માટે 15 એપ્રિલ ઉમેદવારોના ફોર્મ ભરવાની મુદત્ત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની 300થી વધુ બેઠકો બિનહરીફ થયાનો દાવો કરાયો છે. અમદાવાદ મનપામાં 4, વડોદરા મનપામાં 2 અને સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે રાજકોટમાં તમામ ઉમેદવારો અકબંધ રહ્યા છે. હવે જ્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે ત્યારે ચારેય શહેરોમાં કયા ઉમેદવાર સામે કોની ટક્કર થશે તેની ફોટો સાથેની યાદી જુઓ...

અમદાવાદ મહાનગરપાલિકા કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે એક ઉમેદવારે મેન્ડેટ મેળવ્યા બાદ ફોર્મ જ નહોતું ભર્યું. ચૂંટણી પહેલા જ ભાજપની વાસણા અને થલતેજ વોર્ડમાં એક એક બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. અમદાવાદમાં મનપાની 192 બેઠકમાંથી કોંગ્રેસના 187 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેની વોર્ડ વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ.