એલર્ટ@ગુજરાત: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ

48 જળાશયો સંપૂર્ણ  છલકાતા હાઇ એલર્ટ
 
એલર્ટ@ગુજરાત: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ  છલકાતા હાઇ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90 ટકા સુધી ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે.

આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.47 ટકા જળસંગ્રહ નોંધાયો છે. તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.