એલર્ટ@ગુજરાત: વોર્નિંગ સ્ટેજમાં સરદાર સરોવર ડેમ, 61 ગામોને એલર્ટ
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો
Aug 10, 2024, 18:14 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે કેટલાક ડેમો ભરાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી કહેવાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થયો.
સરદાર સરોવર ડેમની સપાટી 133.46 મીટરે પહોંચી. જે મહત્તમ સપાટીથી માત્ર 5 મીટર જ દૂર છે.આગામી બે દિવસમાં સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે. નર્મદા નદીના કાંઠે આવેલા 61 ગામોને એલર્ટ અપાયું છે.