એલર્ટ@ગુજરાત: આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર, મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓમાંઓની મુલાકાતે

અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મૂકાયા હતા.
 
રિપોર્ટ@સુરત: 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો. ખેડૂતોએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મેઘકહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડીરાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મૂકાયા હતા. ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતાં 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાતા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે. જો રાવલ નદીના પાણી કાંઠા બહાર નીકળશે તો ખેડૂતોના ભારે નુકસાન વેઠવું પડશે.