એલર્ટ@ગુજરાત: આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત હાઇ એલર્ટ પર, કયા કયા વિસ્તારમાં વરસાદ ખાબકશે ?

દક્ષિણ ગુજરાત હાઇ એલર્ટ પર
 
આગાહી@વરસાદઃ આગામી પાંચ દિવસમાં વરસાદનું ફરી આગમન થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. હવામાન વિભા દ્વારા આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર-હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ખેડા, ભરૂચ, તાપી, અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.