એલર્ટ@ગુજરાત: સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ

 જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે
 
વરસાદ અપડૅટ 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવી રહ્યા છે.

ગીરનાર અને માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. માણાવદર અને કુતિયાણામાં આઠથી વધુ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જેને પગલે અનેક સ્થળે કમરસુધી પાણી ભરાયા છે. તો ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આજે પણ રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.