આદેશ@ગુજરાત: તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા

મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૬ ઇસમો ઝડપાયા છે
 
આદેશ@ગુજરાત: તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૬ ઇસમો ઝડપાયા છે. જ્યારે એક મહિલા આરોપી રેડ દરમિયાન હજાર મળી ન આવતા તેને ઝડપવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં સાયન્સ કોલેઝની બાજુમાં ભડીયાદ રોડ પર મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા.

જ્યાં રૂપિયા ૧૨૦ ની કિમતનો ૬ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે રેઇડ દરમિયાન આરોપી નીમુબેન મહેશભાઇ જંજવાડીયા મળી ન આવતા તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. મોરબીમાં આરોપી નિઝામભાઇ હૈદરભાઇ જેડા વીસીપરા મદીના સોસાયટી ખાતે રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી તોસીફ ઉર્ફે છક્કો મહેબુબભાઇ બ્લોચ રામઘાટ મચ્છુ નદીના કાઠા પાસે રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી દિનેશભાઇ મંગાભાઇ શીયાળ શનાળા બાયપાસ લાયન્સનગર મેઇન રોડ રામાપીરના મંદીર પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી વિજુબેન હરજીભાઇ માથાસુરીયા જયકો સીરામીક પાસે ખુલ્લી જગ્યામાં રૂપિયા ૬૦ની કિમતના 3 લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપી સોનલબેન ધારશીભાઇ સાડમિયા જય નગર ખાતે રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારા-અમરાપર રોડ દેવીપુજકવાસ પાસે આરોપી અમરતબેન મનજીભાઇ વાઘેલા રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.