ખળભળાટ@દાહોદ: 102 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ, સંદીપ શાહનું નામ લેતાં ધારાસભ્ય

સંદીપ શાહે ફોન ઉપાડવાનું ટાળ્યું હતુ.
 
ખળભળાટ@દાહોદ: 102 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ, સંદીપ શાહનું નામ લેતાં ધારાસભ્ય

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


છેલ્લા કેટલાક દિવસોથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક દાહોદ જિલ્લામાં જનાધાર વધારવા મહેનત શરૂ કરી છે. જનાધાર વધારવા ચૈતર વસાવાએ આદીજાતીની ગ્રાન્ટમાં કથિત ગેરરીતિના મુદ્દાઓ ઉઠાવ્યા છે. જેમાં દાહોદ પ્રાયોજનાની સરેરાશ 102 કરોડની ગ્રાન્ટમાં ચોંકાવનારો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો છે. ચૈતર વસાવાએ નામજોગ નવસારીના કોઈ સંદીપ શાહને કામો અપાયાના ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો છે. ઠેકો આપવા/લેવામાં કથિત ગેરરીતિ મુદ્દે ધારાસભ્યએ તો રીતસર છાતી ઠોકીનો ભ્રષ્ટાચાર થયાનો દાવો કર્યો અને પછી જે ટીપ્પણી કરી તે પણ ખૂબ ચોંકાવનારી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ખળભળાટ@દાહોદ: 102 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ, સંદીપ શાહનું નામ લેતાં ધારાસભ્ય

દાહોદ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં કેટલાક દિવસો પહેલાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ માહિતી માટે પ્રયત્ન કર્યો હતો. જેની સામે અધિકારીએ પાછલાં કેટલાંક વર્ષોની ગ્રાન્ટ અને ખર્ચની માહિતી આપી છે. આ માહિતીના કાગળો જોઈ, અભ્યાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાએ 102 કરોડની એક અને બીજી 12 કરોડની ગ્રાન્ટમાં ભયંકર હદે ભ્રષ્ટાચાર થયાનો દાવો ઠોકી દીધો છે. 102 કરોડની સેન્ટ્રલ આસીસ્ટન્ટની ગ્રાન્ટમાં તો નવસારીના કોઈ સંદીપ શાહનું નામ લઈને સદર ગ્રાન્ટમાં કૌભાંડ થયાનું જણાવ્યું છે. આટલુ જ નહિ ધારાસભ્ય ચૈતર વસાવાએ તો ત્યાં સુધી કહ્યું કે, જો આ કથિત ગેરરીતિની તટસ્થ તપાસ થાય તો નેતાઓ અને અધિકારીઓ જેલભેગા થાય તેવું છે. વાંચો નીચેના ફકરામાં વાંચો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાયોજનાના લોધા નામના અધિકારીએ આપેલી માહિતીના કાગળો મિડીયા સમક્ષ રજૂ કરીને ચૈતર વસાવાએ ઠેકેદાર એજન્સીની મિલીભગત હોવાનો પણ ગર્ભિત ઈશારો કરી દીધો છે. જેમાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે, જાહેર નિવિદા વગર અને માર્કેટ ભાવથી ખૂબ ઉંચા ભાવે ખરીદી કરીને સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આક્ષેપ વાળી 102 કરોડની અને 12 કરોડની ગ્રાન્ટ મામલે ગંભીર આક્ષેપો થયા છે ત્યારે સદર 102 કરોડની કામગીરીમાં શું સંદીપ શાહે સેવા આપી હતી તે જાણવા ટેલિફોનિક સંપર્ક કર્યો પરંતુ સંદીપ શાહે ફોન ઉપાડવાનું ટાળ્યું હતુ.


આ સિવાય પણ સંદીપ શાહ વિશે બજારના વર્તુળોમાં ચાલે છે મોટી ચર્ચાઓ ????


સંદીપ શાહ અગાઉ ક્યાં હતા અને આજે ક્યાં છે તેની સફળતા ઉપર તેમજ કેવી રીતે કામો લીધા/મળ્યા? કોના કહેવાથી ટેલિફોનિક સુચનાઓ થાય, લેટર થાય ? કઈ કઈ જગ્યાએ ચાલી રહી છે તપાસો, કામ આપનાર કચેરીના અધિકારીઓ આજે કેટલી ચિંતામાં ફરજ બજાવી રહ્યા? આ બધી ચર્ચાઓ આદીજાતી પટ્ટામાં જ નહિ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જોરશોરથી ચાલી રહી છે. તેનો સ્પેશ્યલ રિપોર્ટ આગામી ભાગમાં જાણવા પ્રયાસ કરીશું.