આરોપ@રાજકોટ: જમાદારે માર માર્યાનો યુવાનનો આક્ષેપ, જાણો વિગતે

 રૂપિયા માંગતા તે અપશબ્દો કહેવા લાગ્યા
 
 આરોપ@રાજકોટ: જમાદારે માર માર્યાનો યુવાનનો આક્ષેપ, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં રબારીકના ભરતભાઇ હાથીભાઈ નામનનો યુવાન દાખલ થયો હતો. તેના શરીરે મૂંઢ ઇજાના નિશાન હતા. જેતપુર પોલીસના જમાદાર રિઝવાનભાઈએ માર મર્યાનો આ યુવાને આક્ષેપ કર્યો હતો. ભરતના જણાવ્યા મુજબ રબારીકમાં તેને પાનની દુકાન છે. રિઝવાનભાઈ ત્યાં આવેલ અને તું દારૂ વેચે છે તેમ કહીં રૂપિયાની માંગણી કરેલી.

મેં કહેલું કે હું કોઈ ગેરકાયદે કામ નથી કરતો.

દરમિયાન એક બે વાર આવી તેઓ મારી દુકાનેથી જુદી જુદી વસ્તુ લઈ ગયા. મેં આ વસ્તુના રૂપિયા માંગતા તે અપશબ્દો કહેવા લાગ્યા. મારી દુકાનમાં મેં લીંબુ કાપવાની છરી રાખી હોય તે તેમણે લઈ લીધી અને મને પોલીસ મથકે લઈ ગયા. છરી રાખી હોવાનો કેસ કરી મને લોક અપમાં પૂર્યો. રાતે લોક અપ બહાર કાઢી માર માર્યો. તત્કાલ જામીન કરવાના 1 લાખ માંગ્યા. બીજે દિવસે 6.30 વાગ્યે છોડ્યો ત્યારે પણ રિઝવનભાઈએ માર મારી અપશબ્દો કહ્યા હતા. આ અંગે તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય તેવું ભરતે માંગ કરી હતી.