વાતાવરણ@ગુજરાત: ચોમાસાને લઈને અંબાલાલે કરી નવી જ આગાહી,જાણો કેટલું મોડુ અને કેવો વરસાદ પડશે

હાલમાં ઉનાળો ભરપૂર ચાલી રહ્યો છે.
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જો કે ક્યાંક ક્યાંક માવઠાની અસર પણ ચાલી રહી છે. ત્યારે હવે અંબાલાલે ચોમાસાને લઈ નવી આગાહી કરી છે અને તેમજ કેરળમાં ચોમાસુ 4 જુનના બેસવાનું પૂર્વાનુમાન કર્યુ છે. એ પણ જાણીતું છે કે કેરળમાં ચોમાસાના આગમન બાદ 15 દિવસે ગુજરાતમાં પહોચતું હોય છે. પરંતુ ચોમાસા પર અલનિનોની અસર થવાની શક્યતા છે.

જોકે અલનીનોની અસર ક્યા પરિબળો હોય ત્યારે થાય છે તે પણ જાણીએ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અલ નીનો વિશે વાત કરી છે કે અલ નીનો એટલે કે પેસેફિક મહાસાગર પૂર્વ કિનારે જળ વાયુ ગરમ થાય તેને અલ નીનો કહેવામાં આવે છે. અલ નીનોમાં ઉતર ઓસ્ટેલિયમાં હવાનું દબાણ ભારે હોય છે. પૂર્વ પેસેફિક મહાસાગરમાં હવાનું દબાણ હલકું હોય છે. ચોમાસું નબળુ આવે અથવા બરાબર આવે નહી તેનું આંકલન અત્યારથી થઇ શકે નહી. દક્ષિણ હિંદ મહાસાગરની સ્થિતિ કેવી છે. તેના પર નજર રાખવી હિતાવહ રહે. તેમજ અત્યારે તો ચોમાસાના ચિન્હો બરોબર જણાય આવે છે. અને શરુઆતમાં ચોમાસું નિયમિત આવવાની શક્યતા રહેશે. પરંતુ વચ્ચે ચોમાસું ખેંચાય અને પાછળનો વરસાદ સારો રહેશે.તો આ તરફ ચોમાસાને લઈ ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવ્યુ હતુ કે, દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનુ છે. અલ નીનો પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરના ઇક્વેટર વિસ્તારમાં એક કુદરતી ઉદ્ભવતી હવામાનના ફેરફારની પ્રક્રિયા છે. જેમાં પૂર્વ અને મધ્ય પ્રશાંત સમુદ્રની સપાટીના તાપમાનમાં અસાધારણ વધારો થાય છે, જેની 6થી 18 મહિના સુધી અસર રહે છે

પ્રશાંત મહાસાગર ઇક્વેટર પૃથ્વીના અડધા ગોળાર્ધ ઉપર દક્ષિણ અમેરિકા 80 Wથી ઇન્ડોનેસિયા 120 E સુધી ફેલાયેલ છે. પશ્ચિમ પ્રશાંતમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય રીતે હૂંફાળું 29 Cથી 30 C હોઈ છે. તેની સામે પૂર્વ પ્રશાંતના દરિયાની સપાટીનું તાપમાન 22 C થી 26 C અલગ અલગ સિઝન પ્રમાણે હોઈ છે. જેના પરથી એલ નીનોની ભારતના ચોમાસા પર કેવી અસર રહેશે તે નક્કી થાય છે.