દુર્ઘટના@મોરબી: પીપળી ગામ નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી 
 
દુર્ઘટના@મોરબી: પીપળી ગામ નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો સામે આવતાજ  હોય છે. મોરબી તાલુકાના પીપળી ગામ નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક અને રિક્ષામાં સવાર મહિલા અને ચાલકને ઈજા પહોચતા સારવાર અંતે ખસેડવામાં આવ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રોહીદાસપરા પાસે રહેતા રિક્ષા ચાલક જયંતિલાલ ગાંડાલાલ સોલંકીએ ટ્રેઇરના ચાલક આરોપી મનોહરભાઇ જગદીશભાઇ ચાઉ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૧ના રોજ સાંજના સમયે જયંતીભાઈ ત્રિકોણબાગ પોસ્ટ ઓફિસ પાસે પોતાની રીક્ષા GJ-36-U-7586ને લઈને ઊભા હતા.

એ સમયે એક દંપત્તિ તેની દીકરી સાથે જયંતિલાલ પાસે આવ્યું હતું અને દંપત્તિએ પીપળી ગામની સીમમાં ત્રિલોક ધામ સોસાયટી ખાતે જવા માટે સ્પેશિયલ રિક્ષા કરી હતી.એ સમયે દંપત્તિ અને તેમની દીકરી રિક્ષામાં બેસી ગયા હતા. જે બાદ દંપતી પૈકી પતિને પોતાનું મોટરસાયકલ લેવું હોય જેથી તેઓ ત્રાજપર ચોકડી ખાતે ઉતરી ગયા હતા અને જયંતીભાઈ પોતાની રિક્ષામાં સુરભીબેન સુમિતભાઈ પંડિત નામના મહિલા મુસાફર અને તેની દીકરીને લઈને પીપળી ગામની સીમમાં જવા માટે નીકળ્યા હતા.
રિક્ષા પીપળી ગામની સીમમાં સિમેન્ટ રોડ ભારત પેટ્રોલિયમની સામેના ભાગે આવેલ ધામ સોસાયટીમાં વણાક લઈ રહી હતી. એ વખતે બેલા ગામ તરફથી સિમેન્ટ રોડ પર આરોપી ટ્રેલર RJ-29-GA-7840નો ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને તેણે રીક્ષાને હડફેટે લીધી હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો અને રીક્ષા ફંગોળાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર જયંતીભાઈ તથા સુરભીબેન સુમિતભાઈ પંડિતને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.