ઘટના@સુરત: વિજ્ઞાન મેળામાં પ્રયોગ દરમિયાન અકસ્માતની ઘટના બનતા એકવિદ્યાર્થી દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા
Nov 6, 2023, 09:38 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિજ્ઞાન મેળામાં પ્રયોગ દરમિયાન અકસ્માતની ઘટના બનતા એકવિદ્યાર્થી દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. સરદવર બાદ બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની મળતી માહિતી મુજબ યુરો સ્કૂલમાં વિજ્ઞાન મેળા દરમિયાન ધડાકો થયો હતો. રોકેટ સળગાવતી વખતે ધડાકો થતાં વિદ્યાર્થી દાઝી ગયો હતો. ધો.3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના બંને હાથ પર ઝાળ લગતા તે દાઝી ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલ સંચાલકો પર વાલીઓએ ઘટનનઈ સમયસર જાણ નહીં કરવાનો આરોપ મુકતા વિવાદ પણ સર્જાયો હતો. બાળકને ઈજાઓ ગંભીર ન હોવાથી રાહત અનુભવાઈ છે.

