દુર્ઘટના@ શનાળા: કારની પાછળ મોટર સાયકલ અથડાતાં અકસ્માત સર્જાયો હતો,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

મોટર સાયકલ ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.દિવસે-દિવસે વધી રહેલા સાધનો અને દારૂ ,બિયર જેવા પીણા પીને બેભાન અવસ્થાએ સાધન ચલાવાથી દુર્ઘટનાઓ સર્જાય છે. આજકાલના લોકો સાધન ખુબજ જડપથી ચલાવી છે,જેના કારણે સાધન પર કાબુ ગુમાવતા અક્સમાતનિ ઘટનાઓ વધી ગઈ છે. મોરબીના દલવાડી સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસમાં રહેતા ૪૫ વર્ષીય ભાવેશભાઇ રમણીકભાઇ રાઠોડે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૩૦ ના રોજ ભાવેશભાઈ પોતાનું બજાજ પ્લેટીના મોટરસાયકલ જી.જે.-૩૬-એચ.૯૭૭૦ લઈને રાજપર રોડ ઉપર આવેલ પોતાના યોર ચોઈસ વુડન વર્કસ નામના કારખાના પર જતા હતા.એ સમયે સવારના આશરે સાડા દશેક વાગ્યાના સુમારે શકત શનાળા ગામે શકિત માતાજીના મંદીરથી થોડે આગળ મોરબી-રાજકોટ હાઇવે ઉપર પહોંચતા એક હયુંડાઇ કાર જી.જે.-૩૬-એલ-૮૫૯૩નો ચાલક પુરપાટ વેગે બેદરકારી પૂર્વક પોતાની કાર ચલાવતો આવતો હતો અને ભાવેશભાઈના મોટરસાયકલને કાર ચાલકે ઓવરટેક કર્યું હતું. એટલું જ નહીં આગળ જતા કોઈપણ પ્રકારનું સિગ્નલ આપ્યા વિના કારચાલકે અચાનક બ્રેક મારી હતી અને ડાબી બાજુએ વણાંક લીધો હતો. જેને પગલે ભાવેશભાઈનું મોટર સાયકલ કારની પાછળ અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ભાવેશભાઈ રોડની નીચે પડી ગયા હતા અને તેમને ડાબા હાથની ગોળી તથા પંજાના વચ્ચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે