દુર્ઘટના@રંગપર: જેસીબી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેથી એકને ઈજા પહોચી

 ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો 
 
દુર્ઘટના@ રંગપર: જેસીબી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેથી એકને ઈજા પહોચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મોરબીના રંગપર ગામની સીમમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.દુર્ઘટના જીશીબી અને બાઈક વચ્ચે થઇ હતી.અકસ્માત બાદ જેસીબી ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છેમોરબીના પીપળી ગામની સીમમાં અમૃત સિમેન્ટના કારખાનામાં રહેતા મકનભાઇ કિશનભાઇ નિનામાએ આરોપી જેસીબી ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૦ના રોજ સાંજના સમયે તેમના ભાઈ ગોબરીયાભાઈ કિશનભાઇ નિનામા પોતાના મોટરસાયકલ MP-45-MN-5739 પર મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓમ મિનરલ સિમેન્ટ રોડ શ્રીરામ મિનરલના ખૂણા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

એ સમયે આરોપી જેસીબી ચાલક GJ-12-AN-1476એ પુરપાટ વાગે આવીને મેઇન રોડ પરથી પસાર થતાં ગોબરીયાભાઈના મોટર સાયકલને અડફેટે લીધું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.જેમાં ગોબરીયાભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જમણા પગના ગોઠણથી ઓપરેશન કરતા કાપેલ હોય તેમજ જમણા હાથની આંગળીઓમાં ફેક્ચર થયું હતું. બીજી તરફ અકસ્માત સર્જીને જેસીબી ચાલક ફરાર થયો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે