બનાવ@ગુજરાત: વૃદ્ધાએ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો

 લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
 
બનાવ@ગુજરાત: વૃદ્ધાએ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. કોટડા સાંગાણી કોટડા સાંગાણીમાં સેડ રોડ પર આવેલા કૂવામાં કોઇ મહિલાની લાશ તરતી હોવાની લોકોએ પોલીસને જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર લાવી ઓળખ સહિતની તજવીજ હાથ ધરી હતી, તેમાં મહિલાની ઓળખ થવા પામી હતી.

આ અંગેની જાણ પરિવારજનોને કરાતાં ઘટસ્ફોટ થયો હતો કે વૃધ્ધા બીમાર રહેતા હોઇ, બીમારીથી કંટાળી આપઘાતનો માર્ગ પકડ્યો હતો. કોટડાસાંગાણીમાં રહેતા સીરીનબેન જેઠાણી લાંબા સમયથી બીમાર રહેતા હતા અને તેની સારવાર ચાલી રહી હતી તેમ છતાં કોઇ ફેર ન પડતાં વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા અને સેડ રોડ પર ઇંટોના ભઠ્ઠા પાસેના કૂવામાં ઝંપલાવીને મોત મીઠું કરી લીધું હતું.

જો કે આસપાસના લોકોને લાશ કૂવામાં તરતી દેખાતાં ઘટનાની જાણ થઇ હતી અને પોલીસને વાકેફ કરાઇ હતી. પોલીસ સ્ટાફે તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી ઓળખ મેળવી હતી અને પરિવારન જાણ કરી હતી તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.