દુર્ઘટના@ગોંડલ: બાઇક સ્લીપ થતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલ ચોરડી અને ગોમટાની વચ્ચે આવેલ પેટ્રોલ પમ્પ પાસે બાઇક સ્લીપ થયું
Nov 18, 2024, 14:45 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલ ચોરડી અને ગોમટાની વચ્ચે આવેલ પેટ્રોલ પમ્પ પાસે બાઇક સ્લીપ થતા બાઇક સવાર વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા વિરપુરની 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રતાપભાઈ અને EMT રાહુલ ડાભી ઘટના સ્થળે પહોચ્યા હતા અને વૃદ્ધને એમ્બ્યુલન્સમાં સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. વૃદ્ધને વધુ સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડે એ પહેલાંજ તેમનું મોત નીપજ્યું હતું.