ઘટના@વડોદરા: હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીની સાથે બની એવી ઘટના ,કે પરિવાર પર આભ તૂટી પડ્યું.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના જિલ્લા સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલી પાઠશાળા નામની હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું એક કાર્યક્રમ વખતે વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. 15 વર્ષની ખુશી તીરધરના મોતને કારણે શાળા અને પરિવાર બંનેમાં ગમગીની છવાઇ ગઇ છે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક રિપોર્ટમાં વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મોત થયાનું સામે આવ્યુ છે.વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૂળ રાજસ્થાનના બાંસવાડાની અને પાઠશાલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની ખુશી રાજુભાઈ તીરઘરને વીજ કરંટ લાગતા મોત થયાનું કહેવાઇ રહ્યુ છે.આ ઘટનાની જાણ થતા મંજુસર પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક આવી ગઇ હતી. ખુશીના મૃતદેહને સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં પોસ્મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મંજુસર પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે લસુન્દ્રા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકે જણાવ્યું હતું કે, રવિવાર હોવાથી બાળકો બહાર રમી રહ્યા હતા અને કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ખુશી પણ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે હતી. હું ઓફિસમાં હતી. આ દરમિયાન એક બાળકીએ આવીને કહ્યું હતું કે, ખુશીને કંઇક થયુ છે. જેથી અમે તેને તરત જ હોસ્પિટલમાં લઇ ગયા હતા. રસ્તામાં તેનો શ્વાસ ચાલુ જ હતા પરંતુ હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કરી દીધી.મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓ જ્યાં રમી રહ્યા હતા ત્યાં વાયરમાં ક્રેક હતી અને પાણી પણ ભરાયુ હતુ.આ અંગે તંત્રને આ અંગે પૂછતા તેમણે જવાબ આપ્યો હતો કે, તપાસ ચાલી રહી છે. ત્યાં પાણી ભરાયેલુ હતુ. આ ઘટના કઇ રીતે બની તે અંગે તપાસ ચાલી રહી છે.