બનાવ@કચ્છ: ઘાસનો જથ્થો ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી
ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને તળાવમાં ઉતારી દીધો
Nov 18, 2023, 20:19 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના ભચાઉના લલીયાણા ગામે ઘાસનો જથ્થો ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વીજ વાયરને અડી જતા ઘાસ ભરેલો ટેમ્પો સળગવા લાગ્યો હતો. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને તળાવમાં ઉતારી દીધો હતો. ત્યાર બાદ નજીકમાં રહેલા જેસીબીની મદદથી ટેમ્પોમાં પાણી છાંટીને આગ ઓલવવામાં આવી હતી. તો ઘાસનો જથ્થો પણ ટેમ્પોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવરની સૂઝબૂઝથી ઘાસ ભરેલા ટેમ્પોમાં આગ લાગવા છતાં ટેમ્પોને વધુ નુકસાન થયું નથી.