ગુનો@જામનગર: એરફોર્સના કર્મચારીએ 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી

 પ્રોજેક્ટ કરાવવાના બહાને ઘરે બોલાવી હતી.
 
ગુનો@જામનગર: એરફોર્સના કર્મચારીએ 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવારનવાર વાલીઓ માટે ચેતવણી રુપ ઘટનાઓ સામે આવતી હોય છે. જામનગર  પણ વધુ એક ઘટના સામે આવી છે. જામનગરમાં 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી છે. હવસખોર એરફોર્સના કર્મચારીએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ક્વાર્ટરમાં રહેતા પાડોશીની બાળકીને પ્રોજેક્ટ કરાવવાના બહાને ઘરે બોલાવી હતી. ત્યારે તબલા શીખડાવવાના બહાને એકલતાનો લાભ લઈ બાળકી સાથે અડપલા કર્યા હતા.

બાળકીની માતાને જાણ થતા દેશની સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતા કર્મચારીની કરતૂત સામે આવી હતી. જે બાદ બાળકીની માતાએ સિટી C ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે મૂળ યુપીના પુષ્પેન્દ્રસિંહ એરફોર્સમાં ટેક્નીકલ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. જેની સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.