ગુનો@મોરબી: રહેણાક મકાનમાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
વિદેશી દારૂના જથ્થા સાથે યુવક ઝડપાયો
Updated: Sep 6, 2023, 11:29 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે.લોકો પોતાના મકાન અને ગુપ્ત જગ્યાએ દારૂને રાખી વેપાર કરે છે.પોલીસની સખત કર્યવાહી છતાં ગુનેગારો સુધારતા નથી.નીતીનનગરમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે રહેણાક મકાનમા દરોડા પાડ્યા હતા અને વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે ઈસમને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસ તપાસમાં અન્ય આરોપીનું નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી.