ગુનો@મોરબી: પંચાસર રોડ પર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Aug 20, 2023, 14:18 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે.કોઈને-કોઈ જગ્યાએથી દારૂના વેપારીઓ પકડાઈ રહ્યા છે.હવે તો લોકો ઘરોમાં પણ,છુપાવીને દારૂના વેપાર કરી રહ્યા છે. પોલીસથી બચાવમાં માટે છુપાવીને ઇસમો દારૂનો વેપાર કરી રહ્યા છે.હાલમાંજ મોરબીના પંચાસર રોડ પર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો પંચાસર રોડ જનક ૨ સોસાયટીમાં રહેતા યાકુબ ઉર્ફે અલી સલેમાનભાઈ કૈડાએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં થી વ્હીસ્કીની બોટલ નંગ ૭૭ કીમત રૂ.૩૨૬૪૮ તથા વોડકા બોટલ નંગ ૪૪ કીમત રૂ.૪૪૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૭૦૪૮ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

