દુર્ઘટના@મોરબી: લીલાપર રોડ પર બાઈક ચાલકે અને સાયકલ ટકરાતા વૃદ્ધને ઈજા પહોચી
વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે
Aug 27, 2023, 18:10 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબી શહેરના લીલાપર રોડ પર ગૌશાળા પાસે સાયકલ લઈને પસાર થતા વૃદ્ધને બાઈક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં સાયકલ સાથે વૃદ્ધ પડી જતા ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છેમોરબીના લીલાપર રોડ પર ગૌશાળા પાસે રહેતા ધનજીભાઈ રામજીભાઈ ચાવડા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ધનજીભાઈ પોતાની સાયકલ લઈને નીલકમલ સોસાયટી ગૌશાળા પાસેથી જતા હોય ત્યારે બાઈક જીજે ૦૩ એમકયું ૫૮૬૬ ના ચાલકે સાયકલને ટક્કર મારી નીચે પછાડી દીધા હતા જે અકસ્માતમાં ધન્જીબાહી ચાવડાને માથામાં તેમજ જમણા પગના ગોળામાં ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બાઈક જીજે ૦૩ એમકયું ૫૮૬૬ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે