આંદોલન@ગાંધીનગર: ટેટ-ટાટ ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સરકારને કાયમી શિક્ષકોની ભરતી અંગે રજૂઆત કરી
તમામ શિક્ષકો એકઠા થયા હતા.
Dec 11, 2023, 21:16 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 4-5 મહિનાથી રાજ્યભરમાં ટેટ-ટાટ ઉમેદવારો કાયમી ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે ફરી ગાંધીનગરમાં સચિવાલય પાસે આ ઉમેદવારો એકઠા થયા છે અને કાયમી ભરતીની માટે રજૂઆત કરી હતી. ગુજરાત શિક્ષિત યુવા સમિતિ હેઠળ તમામ શિક્ષકો એકઠા થયા હતા.
ટેટ-ટાટ ઉમેદવારોએ ગાંધીનગર કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે સાથે જ સરકારને કાયમી શિક્ષકોની ભરતી અંગે ઉગ્ર રજૂઆત કરી છે. 32 હજાર કાયમી શિક્ષકોની ભરતીની માગ કરવામાં આવી છે. જેમાં કમ્પ્યુટર, સંગીત, પીટી જેવા વિષયોના શિક્ષકોનો સમાવેશ છે.