રોષ@ભાવનગર: મોટો વિવાદ:પથુભા કેસમાં ઉકેલ નહીં, રોષ યથાવત

ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ!
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગર જિલ્લા જેલમાં પથુભા ગોહિલ (પીપરાળી)ના મોતના મામલે ઉભો થયેલો વિવાદ હજુ યથાવત છે. આ મામલે ઉકેલ લાવવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અંસારી વચ્ચે યોજાયેલી બેઠક અનિર્ણાયક રહી હતી.

બેઠકમાં સમાજના આગેવાનોએ પરિવારની માંગણીઓ રજૂ કરી હતી. જોકે, માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણય ન આવતા બેઠકનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેના કારણે પરિવારે ફરિયાદ નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

*પરિવારની માંગ શું છે?*

પરિવારજનો અને સમાજના આગેવાનોની માંગ છે કે, આ સમગ્ર મામલે જવાબદારો સામે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. પરિવારના જણાવ્યા અનુસાર, પથુભા સામે ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો અને તપાસમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે. આ મામલે SIT દ્વારા તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.

*સર ટી. હોસ્પિટલ ખાતે સમાજ એકત્ર*

બેઠક અનિર્ણાયક રહેતા ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

*આંદોલનની ચીમકી*

જો આગામી દિવસોમાં ફરિયાદ દાખલ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી પણ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી છે. જેને લઈને તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.

હાલ મૃતદેહ સર ટી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.