વિરોધ@ઊંંઝા: પુરષોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ આપેલ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છવાયો

રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી આવેદન આપ્યું
 
વિરોધ@ઊંંઝા: પુરષોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ આપેલ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છવાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે ચૂંટણીના થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કેટલીય જગ્યાઓ ઉપર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ આપેલ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છવાયો છે. ઊંઝા મામલતદાર કચેરી સંકુલ ખાતે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું હતું.

રાજકોટ લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ઊંઝા તાલુકા રાજપૂત સમાજ અને મહારાજા હિંગોળસિંહજી વાઘેલા યુવા સંગઠન દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કરણી સેના કાર્યકારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાજપૂત, પીસી રાજપૂત કરલી, ઊંઝા તાલુકા કરણી સેના પ્રમુખ ત્રિશૂળસિંહ રાજપૂત, મંત્રી દર્શનસિંહ રાજપૂત તેમજ કંથરાવી સમસ્ત રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.