આપઘાત@રાજકોટ: કોલેજે ભણવા જાઓ કે મજાક કરવા? પિતાએ ઠપકો આપતાં અંજલી મોતને ભેટી

અંજલિના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
 
આપઘાત@રાજકોટ: કોલેજે ભણવા જાઓ કે મજાક કરવા? પિતાએ ઠપકો આપતાં અંજલી મોતને ભેટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજકાલ આત્મહત્યાના કિસ્સા ખુબ વધી ગયા છે.લોકો નાની-નાની વાતમાં સુસાઇડ કરતા હોય છે.પોતાનું જીવન ટુંકાવતા જરાય લોકો વિચારતા નથી.નાના હોય કે મોટા કોઈભી વાતનું ટેન્શન હોય તો કોઈને કીધા વગર કાતો દવા પીવે,અથવાતો ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી નાખે છે.આવીજ આત્મહત્યાની ઘટના બની છે જે રાજકોટના મારવાડી કોલેજની છે.શહેરના મોરબી રોડ પર આવેલી ખ્યાતનામ મારવાડી કોલેજમાં વિદ્યાર્થીની અંજલિ હરેશભાઈ રંગાણી (ઉ.વ.22)એ કોઈ ઝેરી દવા પી જતા ચાલુ સારવારમાં જ તેણીનું મોત નિપજતા પટેલ પરિવારમાં શોક છવાયો હતો. આ અંગે માહિતી મળતા જ કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઝાલા સ્ટાફ સાથે દોડી ગયા હતા.
અંજલિના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પરિવારજનોની પુછપરછ કરતા જાણવા મળેલ કે, અંજલિ મારવાડી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરિવાર સાથે કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક ખોડલધામ રેસીડેન્સીમાં રહેતી હતી. તા.17/7/2023ના રોજ તે કોલેજે ગયા બાદ જે પછી અંજલિની જ કોઈ કલાસમેટ વિદ્યાર્થીનીએ અંજલિના પિતા હરેશભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, 'તમારી દીકરી મારી મજાક કરે છે, આમ કરી તે અમને ખૂબ હેરાન કરે છે.'
આવો ફોન આવતા તુરંત હરેશભાઈએ અંજલિને ફોન કરી ઠપકો આપ્યો કે, કોલેજમાં ભણવા માટે જાવ છો કે, મજાક કરવા માટે' આમ કહ્યા બાદ ફરી હરેશભાઈને કોલેજમાંથી ફોન આવતા ત્યાં અંજલિને તેની સહપાઠી યુવતીઓ સાથે ઝઘડો થયાની જાણ થતા હરેશભાઈ પોતાની પત્ની સાથે કોલેજે બપોરે 3.30 વાગ્યે પહોંચ્યા હતા ત્યાં જ કેટલીક વિદ્યાર્થીનીઓએ આવી હરેશભાઈને જાણ કરી કે, અંજલિએ ઝેરી દવા પી લીધી છે. જેથી હરેશભાઈ અંજલિને એકટીવામાં બેસાડીને ગોકુલ હોસ્પીટલ લાવ્યા હતા
અને ત્યાં તેને દાખલ કરી હતી. પિતા વધુ ઠપકો આપશે તેવા ડરથી પગલું ભર્યું હતું. સારવારમાં ગઈકાલે અંજલિએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. અંજલિએ કઈ દવા પીધી? તેણે કયાંથી મેળવી? પિતાને ફોન કરનાર વિદ્યાર્થીની કોણ હતી? વગેરે બાબતે પોલીસ તપાસ કરશે. અંજલિ બે બહેન એક ભાઈમાં વચેટ હતી. તેના પિતાને માલિકીનો ટ્રક છે જેમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.