રીપોર્ટ@ગુજરાત: અંબાલાલની વધુ એક આગાહી.આ તારીખે બઘડાટી બોલાવશે વરસાદ

ગુજરાતના વાતાવરણમાં ક્યારે પલટો આવી શકે તેનું નક્કી જ નથી
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

. ઘડીક વરસાદ તો ઘડીક કાળઝાળ ગરમી. ત્યારે હવે અખાત્રીજનાં પવન પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલએ જણાવતા કહ્યું છે કે, આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરીએકવાર કમોસમી વરસાદ થઇ શકે છે.

માત્ર એટલું જ નહી પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 મે અને 10 જૂન દરમિયાન અરબ સાગરમાં ચક્રવાત એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ ખાબક્યા બાદ એપ્રિલ મહિનાના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ત્યાર પછી હમણાં બે દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો.

આટલું જ નહી પણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો સાથે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી અને કમોસમી વરસાદને લઈને પણ આગાહીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વાત કરીએ મગફળી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરતા ખેડૂત ચિંતાતુર બન્યો છે

The post ભરઉનાળે ગુજરાતમાં થશે ‘બારે મેઘ ખાંગા’ – અંબાલાલની વધુ એક આગાહી… આ તારીખે બઘડાટી બોલાવશે વરસાદ appeared first on ખેડૂતને સપોર્ટ.