આરોગ્ય@ગુજરાત: આ આયુર્વેદિક ઔષધિ ઘરે બનાવો,વાળને ખરતાં અને ધોળા થતાં અટકાવે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકો વાળ ખરાવાથી ખુબજ પરીશાન છે.લોકોના વાળ પણ જલદી સફેદ થઇ જતા હોય છેયષ્ટિમધુ આપણા સ્વાસ્થ્ય સહીત વાળ માટે પણ લાભકારી છે. યષ્ટિમધુ (જેઠીમધ) વાત અને પિત્ત સહિતની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. તેમજ પાચન સંબંધિત પરેશાનીઓમાં પણ યષ્ટિમધુ (જેઠીમધ) અસરકારક છે. ત્યારે આજે અહીં આપણે Vedixના ચીફ આયુર્વેદિક ડો. ઝીલ ગાંધી પાસેથી જાણીશું કે યષ્ટિમધુ આપણા સ્વાસ્થ્ય માટે અને વાળ માટે કરી રીતે લાભદાયી છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.
યષ્ટિમધુના લાભ
1. ઇન્ફેક્શનમાં રાહત આપે
યષ્ટિમધુ એન્ટી-ઇન્ફ્લેમેટરી એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે માથાની ખંજવાળ સહિતના ઇન્ફેક્શનમાં રાહત આપવામાં મદદ કરે છે. જો તમે ધૂળના કણો અને હાર્મફુલ ફ્રી રેડિકલના સંપર્કમાં હોવ, તો પણ યષ્ટિમધુ (જેઠીમધ) તેનાથી બચાવે છે, તેમજ માથામાં આવતી ખંજવાળ, માથાની ચામડીમાં બળતરા અને ડેન્ડ્રફથી રાહત આપે છે.
આ ઔષધીનો ઉપયોગ 3જી સદીથી થતો આવ્યો છે. ઇજિપ્તના લોકો તેનો ઉપયોગ ત્વચાની ખંજવાળથી છૂટકારો મેળવવા માટે કરતા હતા. યષ્ટિમધુ માથાની ચામડીના છિદ્રોને ખોલે છે અને વાળના મૂળ માટે ઉત્તમ છે. સાથે જ તે માથામાં રહેલા ખોડાને દૂર કરે છે. યષ્ટિમધુના ગુણધર્મો તમારા માથાની ચામડી માટે અમૃત સમાન છે. તમે તમારા માથાની ચામડીને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં એક વખત તેનો ઉપયોગ કરી શકો છો.
2. વાળ ખરતા અટકાવે
વાળ ખારવા પાછળ પિત્ત અને વાત દોષના અસંતુલન સહીત તણાવ અને ઊંઘનો અભાવ પણ કારણભૂત છે. યષ્ટિમધુ તણાવ ઘટાડે છે અને ઊંઘને સુધારે છે, જેના કારણે વાળ ખરતા અટકે છે. યષ્ટિમધુમાં ફ્લેવોનોઈડ્સ અને ફાયટોસ્ટ્રોજેન્સ જોવા મળે છે, જે માથાની ચામડી માટે લાભદાયી છે.
યષ્ટિમધુ તમારા વાળના ફોલિકલ્સમાં બ્લડ સર્કુલેશન વધારે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે અને તેનો ફુદીના જેવો પ્રભાવ માથાની ચામડીને શાંત રાખે છે. વર્ષોથી યષ્ટિમધુનો ઉપયોગ નસ્ય ઉપચાર દ્વારા ઉંદરીની સારવાર માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં શિરોગાની સારવાર જેમ કે વાળ ખરવા અથવા ખલિત્ય અને ઈન્દ્રલુપ્ત માટે યષ્ટિમધુનો ઉપયોગ કરે છે.
3. વાળ સફેદ થતા અટકાવે
આયુર્વેદે સાબિત કર્યું છે કે યષ્ટિમધુનો ઉપયોગ પાલિત્ય અથવા વાળ સફેદ થતા અટકાવા માટે કરી શકાય છે. અકાળે વાળ સફેદ થવાનું કારણ આનુવંશિકતા, તણાવ અને પ્રદૂષણ હોઈ શકે છે. યષ્ટિમધુ વાળને સફેદ થતાં અટકાવે છે અને માથામાં ઠંડક આઈ છે, જેથી હેર ડાયમાં મોટા પ્રમાણમાં યષ્ટિમધુનો ઉપયોગ થાય છે. યષ્ટિમધુમાં રહેલા ફાયટોસ્ટ્રોજેન્સ પિગમેન્ટના ઉત્પાદનમાં વધારો કરે છે અને તમારા વાળને કાળા કરે છે.
4. વાળનો વિકાસ કરે છે
યષ્ટિમધુ તમારા માથાનું રક્ત પરિભ્રમણ વધારે છે, જેનાથી તમારા વાળ મજબૂત બને છે. રક્ત પરિભ્રમણનો વધવાના કારણે તમારા વાળના મૂળને પૂરતા પોષક તત્વો મળે છે, જે વાળનો વિકાસ કરતા કોષોને ફરીથી જીવિત કરવા માટે જરૂરી છે.
5. ટાલ પડતી અટકાવે
આનુવંશિક લક્ષણો, ઉંદરી અથવા કીમોથેરાપી જેવી સારવારના કારણે અકાળે ટાલ પડી શકે છે. જોકે, યષ્ટિમધુ અકાળે ટાલ પડવાના કારણોને રોકી શકતું નથી. પરંતુ તે વાળના ઉગવાના દરને વધારી શકે છે અથવા ટાલ પડવાની પ્રક્રિયા ધીમી કરી શકે છે. જ્યારે તમે યષ્ટીમધુની પેસ્ટને માથાની ચામડી પર લગાવ છો, ત્યારે તે માથાની ચામડીના છિદ્રો ખોલે છે અને તમારા નબળા વાળના ફોલિકલ્સને મજબૂત કરે છે.
6. વાળને મોઇશ્ચરાઇઝ કરે છે
આ ઔષધિ તમારા માથાની ચામડીને હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. જો તમે વાળની કેમીકલી ટ્રીટમેન્ટ કરી હશે, તો તમારા વાળને નુક્શાન થયું હશે અને તે બરછટ થઈ ગયા હશે, ત્યારે આવી પરિસ્થિતમાં યષ્ટિમધુ તમારા વાળની સારવાર કરી શકે છે. યષ્ટિમધુ કુદરતી તેલને સાચવવામાં અને તમારા ડેમેજ વાળને સ્વસ્થ કરવામાં મદદ કરે છે.
યષ્ટિમધુનો ઉપયોગ
યષ્ટિમધુનો ઉપયોગ બે રીતે, સેવન કરીને અને વાળમાં લગાવીને કરી શકાય છે. જો તમે પેસ બનાવીને તેને વાળમાં લગાવો છો, તો તે તમને સૌથી વધુ લાભ પ્રદાન કરે છે. આ ઉપરાંત તમે તેનો પાઉડર બનાવીને સવારે પાણી સાથે તેનું સેવન કરી શકો છો.
હેર ફોલને અટકાવવા માટે યષ્ટિમધુ હેર પેક
- 1 ચમચી યષ્ટિમધુ પાવડર લો.
- 1 ચમચી આમળા પાવડર લો.
- કેસરની થોડી સેર લો.
- હવે તેની ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે 2-3 ચમચી દૂધ લો.
- એક પેસ્ટ બનાવો અને તમારા માથા પર ટાલ પડી હોય ત્યાં લગાવો અને તેને આખી રાત રહેવા દો.
- બીજા દિવસે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
- અઠવાડિયામાં એકવખત આ રીતે તમે પેસ્ટ બનાવીને લગાવી શકો છો.
માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરવા માટે યષ્ટિમધુ હેર પેક
- 1 કપ દહીં લો.
- તેમાં 5 ચમચી યષ્ટિમધુ પાવડર ઉમેરો.
- તેમાં 2 ચમચી તલનું તેલ ઉમેરો.
- હવે તેને મિક્સ કરીને માથાની ચામડી પર લગાવો.
- તેને 15-20 મિનિટ માથામાં લગાવી રાખો અને સુકાવા દો.
- ત્યારબાદ તેને ગરમ પાણીથી ધોઈ લો.
જણાવી દઈએ કે સામાન્ય રીતે યષ્ટિમધુની સ્વાસ્થ્ય પર કોઈ હાનિકારક અસર થતી નથી. પરંતુ સગર્ભા સ્ત્રીઓમાં તે હાઈ બ્લડ પ્રેશર, લીવર અને કિડનીની સમસ્યાનું કારણ બની શકે છે.