આરોગ્ય@શરીર: આ ભગવા ફુલથી પેટમાં રહેલા કીડા મરી જશે, જાણો વધુ વિગતે

કેસુડાના ફુલથી લોહી સાફ કરી શકાય છે. 
 
આરોગ્ય@શરીર: આ ભગવા ફુલથી પેટમાં રહેલા કીડા મરી જશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈંસુલિનના ઉત્પાદનને વધારે છે- સાયન્સ ડાયરેક્ટના રિપોર્ટ અનુસાર, કેસુડાના ફુલમાં અલકેલોઈડ્સ, ફ્લેવેનોએડ્સ, ફુરાનોફ્લેવોએસ, ક્રોમેનોફ્લેવોનેસ જેવા એન્ટીઓક્સિડેંટ્સ જોવા મળે છે. જે ઓક્સિડેટિવ ડિફેન્સ મેકેનિઝ્મને મજબૂત કરે છે. તેનાથી પેંક્રિયાઝનું બીટા સેલ્સ કુદરતી રીતે સક્રિયા થાય છે અને ઈંસુલિનનું પ્રોડક્શન વધે છે. ઈંસુલિન બ્લડ શુગરને અવશોષિત કરીને તેને એનર્જીમાં બદલી નાખે છે.

પેશાબથી સંબંધિત બીમારીઓ- કેસુડાના પત્તામાંથી જોવા મળતા કંપાઉડમાં યૂરેનરી ડિઝીઝને કમ કરવાની ક્ષમતા હોય છે. કેસુડાના સેવનથી મૂત્રાશયમાં સોજો નહીં આવે. કેસુડાના પત્તાના સેવનથી પેશાબમાં ઈંફેક્શનનો ખતરો કમ થઈ જાય છે. જેનાથી પેશાબ સંબંધિત બીમારીઓનું રિસ્ક ખૂબ ઓછું થઈ જાય છે.


કેસુડાના ફુલથી લોહી સાફ કરી શકાય છે. લોહી સાફ થવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓનો અંત થઈ શકે છે. કેસુડાના ફુલના લેપ ખીલ- ફોલ્લીઓ, એલર્જી, જેવી સમસ્યાઓનો અંત આવે છે. કેસુડાના ફુલ અને પત્તામાં પેટમાં રહેલા કીડા-મકોડાના મારવાની ક્ષમતા ધરાવે છે. આયુર્વેદમાં તેનું ચૂર્ણ બનાવીને આપવામાં આવે છે, જેનાથી બાળકોના પેટમાં રહેલા કીટાણું મરી જાય છે. તેમાં એન્ટી વર્મ ગુણ હોય છે.

યૌન ક્ષમતા વધારવા માટે આયુર્વેદમાં કેસુડાના ફુલનો પાઉડર બનાવીને યૌન ક્ષમતા વધારવા માટે ઉપયોગ કરી શકાય છે. કેસુડામાં વજ્જિકરણ અને કાક્ષ્‍ય ગુણ હોય છે. કેસુડાના ફુલનું ચૂર્ણ બનાવીને દૂધમાં મિશ્રણ કરીને રાતે પી શકાય છે. કેસુડના ફુલ, પત્તા અને છાલનો ઉપયોગ દવા તરીકે થાય છે. સ્કિન પર તેના પત્તાનો લેપ લગાવવામાં આવે છે. જ્યારે છાલ અને ફુલનું ચૂર્ણ બનાવામાં આવે છે. તેના પત્તા અને ફુલનો ઉકાળો બનાવી શકાય છે. જો કે, ડોક્ટર્સ જ તમને તેના ઉપયોગની સાચી રીત બતાવી શકશે.

નોધ: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે,  કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો