વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના

36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે શનિવારે રાજ્યમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે. તો આગામી સમયમાં રાજ્યમાં એક થી બે ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં 24 કલાકમાં વધુ ઈન્ટેન્સીફાઈ બને તેવી સંભાવના છે. તો ગુજરાતના 1 હજાર નોટિકલ માઈલ દરિયામાં તેની અસર જોવા નહી મળે. તો 27 ઓક્ટોમ્બરે સાંજના સમયે તેની અસર ઓમાન તરફ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ,આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, ખેડા,મોરબી, નવસારી,પાટણ, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, ડાંગ, જામનગર, જુનાગઢ,મહેસાણા, નર્મદા, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો ભરુચ, કચ્છ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બોટાદ, મહીસાગર,પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.