વાતાવરણ@દેશ: ગુજરાતમાં કરા સાથે મેઘો મંડાયો, જાણો ક્યા ક્યા વિસ્તારમાં વરસાદનું આગમન થયું

આજે 28મી એપ્રિલે પણ હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

પાંચ દિવસની આગાહીમાં ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના હતી.ત્યારે આગાહી પ્રમાણે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આજે સવારે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારે ચોમાસાની જેમ વરસાદ ખાબક્યો હતો. સાથે જ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. ધાનેરના બોડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુંડી, વાછોલ, માંડલમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.ગઇકાલે ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. ગઇકાલે ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતોવરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. રાજ્યમાં હાલ 40 કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે.સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી 5 દિવસની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.