વાતાવરણ@ગુજરાત: દિવાળી સમયે જ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી

 જીરુ, ચણા, ધાણાના પાકને નુકસાન જવાની ખેડૂતો ચિંતા સેવી
 
વાતાવરણ@ગુજરાત: દિવાળી સમયે જ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિવાળી સમયે જ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીની ધારી પંથકના ગોવિંદપુર, દલખાણિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો અને વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ જુનાગઢના માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. જેમાં જુથળ અને ગલોદર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.

જ્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કમોસમી વરસાદને કારણે જીરુ, ચણા, ધાણાના પાકને નુકસાન જવાની ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીરના જંગલમાં પણ કમોસમી ઝાપટા જોવા મળ્યા.