બ્રેકિંગ@રાજકોટ: નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો પર હુમલો,વધુ વિગતે જાણો

 ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો
 
બ્રેકિંગ@રાજકોટ: નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો પર હુમલો,વધુ વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં વધુ એક જૂથ અથડામણની ઘટના બની છે. રાજકોટના જેતપુરમાં સરદાર ચોકમાં ડિલક્ષ નામની પાનની દુકાને બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે. જ્યાં 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચોકમાં આવેલી તમામ દુકાનો બંધ કરાવી હતી.આ ઉપરાંત હુમલાખોરોએ પાનની દુકાનમાં પણ તોડફોડ કરી હતી.

મળતી માહિતી અનુસાર હુમલામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોય બંનેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત બંને ભાઈઓ નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્ર હોવાનું સામે આવી રહ્યું છે. ક્યાં કારણસર માથાકુટ સર્જાય તે હજુ બહાર આવ્યુ નથી. સિટી પોલીસે પેટ્રોલિંગ કરી વધુ તપાસ હાથ ધરી છે.