બદલી@ગુજરાત: રાજ્ય સરકારે કુલ 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરી

18 IAS અને 8 IPSની બદલી 
 
રિપોર્ટ@ગુજરાત: મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સરકારી નોકરીમાં અવાર-નવાર અધિકારીઓની બદલી થતી હોય છે. રાજ્ય સરકારે કુલ 18 IAS અધિકારીની બદલી કરી છે. જેમાં સુનૈના તોમર, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુ શર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.

જેમાં જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવ્યા છે. આમ ડેપ્યુટેશન પૂરું થતા જયંતિ રવિ પુદ્દુચેરીથી ગુજરાત પરત ફર્યા છે. તાજેતરમાં જ કે. કૈલાસનાથનને પુડુચેરીના LG બનાવાયા હતા. આમ બન્ને અધિકારીની અદલા બદલી કરવામાં આવી છે. જ્યારે મનોજ કુમાર દારની મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી એન્ટ્રી થઈ છે. તેમને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત 8 IPS અધિકારીઓની પણ બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.