બનાવ@બહેરામપુરા: વાહન ચાલકને પ્રસાદનો પેંડો ખવડાવી બેહોશ કરી મુસાફર યુવતીએ લૂંટી લીધો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બહેરામપુરામાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધ શિવનારાયણ યાદવ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. ગત ૧૩ સપ્ટેમ્બરે રાબેતા મુજબ રેલવે સ્ટેશનની બહાર ઊભા હતા. સાંજે મોઢા પર દુપટ્ટો બાંધેલી એક યુવતીએ રખિયાલ જવા માટે રિક્ષા ભાડે કરી. બાદમાં યુવતીએ રખિયાલ ચાર રસ્તા નજીક મેલડી માતા તથા માતાજીના મંદિરે દર્શન કરવા માટે રિક્ષા ઊભી રખાવી હતી. બાદ રિક્ષા નાના ચિલોડા તરફ જવા દીધી હતી.
આ જ સમયે વૃદ્ધ રિક્ષાચાલકને ચક્કર આવવા લાગ્યા હતા. રિક્ષાચાલકને હોશમાં આવ્યો ત્યારે હોસ્પિટલના બેડ પર હતો. વૃદ્ધ રિક્ષાચાલક હોશમાં આવતા ધ્યાને આવ્યું હતું કે પોતે હાથમાં પહેરેલી સોનાની વીંટી, રોકડ રકમ અને મોબાઈલ ફોન ચોરાઈ ગયા છે. આખરે ખ્યાલ આવ્યો હતો કે સાંજે જે યુવતીને રિક્ષામાં બેસાડી હતી તેણે પ્રસાદ ખવડાવ્યો હતો, તે બાદ પોતે બેહોશ થઇ ગયો હતો. તેથી રિક્ષાચાલકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.