બનાવ@ગુજરાત: ટ્રકે ટ્રેઇલરને ઠોકર મારતા 1 યુવકનું મૃત્યુ નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Mar 9, 2024, 19:41 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનવો સામે આવતા હોય છે. કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રકે ટ્રેઇલરને ઠોકર મારતા એકને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના બુલારામ પુરખારરામ માંજું એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે આરોપી પપ્પુકુમાર લાલમુની યાદવ એ પોતાનો ટ્રેલર જીજે ૧૨ બી એક્સ ૭૭૬૪ ના ડ્રાઈવરે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી. ડિવાઈડર ક્રોસ બુલારામ ની ટ્રક જીજે ૧૨ બુ ડબ્લ્યુ ૪૪૩૬ વાળીમાં બોડીના ભાગે ભટકાડતા આરોપી લાલ્મુંની યાદવ વાળાને પેટના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા મરણ ગયેલ છે. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

