બનાવ@વડોદરા: મહીસાગર નદીના ધસમસતા પાણીમાં નાહવા માટે ગયેલા 2 મિત્રો ડૂબી જતા લાપતા

NDRFની ટીમ લાપતા મિત્રોની શોધખોળમાં લાગી
 
બનાવ@વડોદરા: મહીસાગર નદીના ધસમસતા પાણીમાં  નાહવા માટે ગયેલા 2 મિત્રો ડૂબી જતા લાપતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે.  વડોદરાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ  નાહવા માટે ગયેલા 2 મિત્રો ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપતા થયેલા બંને મિત્રોની NDRFની ટીમ લાપતા મિત્રોની શોધખોળમાં લાગી. બંને યુવકોને નદીમાં લાપતા થયાને 20 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પણ હજુ સુધી મળ્યા નથી. બંને મિત્રો પરિવારના એકના એક છે અને બે મિત્રો પૈકી એકના એક માસ પહેલાં જ લગ્ન થયા છે.

બનાવ@વડોદરા: મહીસાગર નદીના ધસમસતા પાણીમાં  નાહવા માટે ગયેલા 2 મિત્રો ડૂબી જતા લાપતા 

નાહવા માટે ગયા હતા મળેલી માહિતી પ્રમાણે શહેરના ન્યુ વી.આઈ.પી. રોડ ઉપર આવેલા મકાન -૨૮૪ સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા અને દિપક અવધેશભાઈ  ગુરુવાર સવારે ૧૧ વાગે ઘરેથી  બાઈક ઉપર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. 

બનાવ@વડોદરા: મહીસાગર નદીના ધસમસતા પાણીમાં  નાહવા માટે ગયેલા 2 મિત્રો ડૂબી જતા લાપતા 

બાઈક લઈને નિકળેલ ૨ મિત્રો lલાંછનપુરા ગામથી મહી નદી પહોચવા માટે કાચો રસ્તા પર ચાલુ બાઈકે વિડીઓ ઉતાર્યો હતો. જેમાં દિપક કુશ્વાહા બોલી રહ્યો છે કે, રસ્તા દેખ કે મેરા ગાવ યાદ આ રાહ હે. મેરા ગાવ મેરા દેશ . મહી નદીએ પહોચ્યા બાદ બંને નદીના કિનારે મોબાઈલ અને કપડાં કિનારે મુકીને નહાવા માટે પડે છે. તે દરમિયાન બંને મિત્રો ઘસમસતા  પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા. 

પરિવારના લોકોએ જણાવ્યા પ્રમાણે દિપક કુશ્વહાના ગત ૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ લગ્ન થયા હતા. ધર્મેશ વાઘેલા છેલ્લા ૮ માસથી નોકરી ન હોવાથી ઘરે હતો. છૂટકમાં ઓટોરીક્ષા ચલાવતો હતો. બંને પરિવારના એકના એક સંતાન હતા. બંને મિત્ર સવારે ૧૧ વાગે કોઈને જાણ કાર્ય વગર નીકળ્યા હતા. 

મહી નદીમાં લાપતા થયેલ ૨ મિત્ર પૈકી ધર્મેશના પિતાએ જણાવ્યું હતું કે બંને મિત્રના સયુંકત મિત્રે તેમને ફોન કર્યો હતો. એ સમયે સાવલી પોલીસે ફોન રીસીવ કર્યો હતો. સાવલી પોલીસ ફોન કરનારને જણાવ્યું કે લાંછનપુરાગામેથી પસાર થતી મહી નદીમાં ૨ મિત્રો લાપતા થયા છે. તેમના કપડાં અને ફોન અમારી પાસે છે. 

તેમના પરિવારજનોને મેસેઝ આપો અને નદી  ઉપર મોકલો. ફોન કરનાર મિત્રએ તરત ધર્મેશ અને દિપકના પરિવારજનોને  જાણ કરતા તેઓ લાંછનપુરામહી નદી કિનારે પહોચ્યા હતા.