બનાવ@વડોદરા: તાજું જન્મેલા નવજાત શિશુને માતા મૂકીને ફરાર, કયા કારણે આવું કર્યું ?

પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધ્યો
 
બનાવ@વડોદરા: તાજું જન્મેલા નવજાત શિશુને માતા મૂકીને ફરાર, કયા કારણે આવું કર્યું ? 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરાના સાવલીમાં ગઈકાલે ખાનગી દવાખાનાના ખુલ્લા શેડમાંથી તાજું જન્મેલા નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બનાવને લઇ સાવલી પોલીસને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર આવી બાળકનો કબજો મેળવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલ્યું હતું. આ બાળક સગીર વયની માતા મૂકીને ફરાર થઇ ગઇ હતી. જે બાદ પોલીસે યુવતીની પૂછપરછ બાદ યુવક સાથે અફેર હતું અને ત્યારબાદ શારીરિક સંબંધ દ્વારા બાળકનો જન્મ થયો હતો તેને છુપાવા આ પગલું ભર્યું હતું.


આ સમગ્ર મામલે સાવલી પોલીસે બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી સારવાર આપી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં સગીર વયની યુવતી બાળકને સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલા ખાનગી દવાખાના દાદરના બાજુના ખુલ્લા શેડના પતરા પર બાળક ત્યજીને ફરાર થઇ ગઇ હોવાનો ખુલાસો થયો હતો. બાદમાં પોલીસે યુવતીની પૂછપરછ કરતા યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને તેને છુપાવવા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવક જયેશ રાઠોડ સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ બનાવ અંગે સાવલી પોલીસે સરકાર તરફથી હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રે ફરિયાદ નોંધાવી હતી. આ બાળકને મૂકી જનાર સગીર યુવતીના નિવેદન લેવામાં આવ્યા છે. જેના આધારે પોલીસે આરોપી યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં સગીર યુવતી અને યુવક વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસે સગીરાના નિવેદન આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સાવલી પોલીસે બાળક ત્યજનાર સગીર વયની યુવતીના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે આરોપી સામે પોક્સો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી હાલમાં ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ બનાવમાં નિર્દોષ બાળકની સારવાર ચાલી રહી છે. આ બાળકની ડિલિવરી ક્યાં થઈ અને કેમ દવાખાનાના શેડ પર બાળકને મૂક્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે પોલીસ તપાસમાં શું વધુ માહિતી બહાર આવે તે જોવાનું રહ્યું.