બનાવ@સુરત: 41 વર્ષિય યુવકે કામકાજ ન મળતા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી

 
બાનાવ@સુરત: 41 વર્ષિય યુવકે કામકાજ ન મળતા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. લોકો સામાન્ય બાબતે પણ જીવન ટૂંકાવી દેતા હોય છે.  સુરતના સચિન વિસ્તારમાં રહેતા 41 વર્ષિય યુવકે કામકાજ ન મળતા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. યુવક પહેલા સંચા ખાતામાં કામ કરતો હતો. જોકે હાલ કોઈ કામ મળી રહ્યું ન હતું. યુવકે ને બે સંતાન હતા અને પરિવારમાં કોઈ કમાવા વાળું નહોતું. તેથી અંતે કંટાળીને યુવકે પીતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


મળતી માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં નજીક પાલિ ગામમાં મૂળ ઓડિશાનો 41 વર્ષીય વિનોદ રાઉત પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે પુત્ર સાથે રહેતો હતો અને એક પુત્ર વતનમાં રહેતો હતો. વિનોદ બે મહિના પહેલા સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે, છેલ્લા બે મહિનાથી કોઈ કામ મળી રહ્યું હતું. વિનોદ કામ ન મળવાને લઈને સતત ટેન્શનમાં રહેતો હતો. આ દરમિયાન આજે વિનોદ ઘરે એકલો હતો. જેથી એકલતાનો લાભ લઈને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, વિનોદના આત્મહત્યાના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


પરિવારજન સંન્યાસીભાઈએ જણાવ્યું હતું કે, રોજગારી મેળવવા ઓડિશાથી સુરત આવ્યો હતો. થોડા સમયથી કામ ન મળતા ટેન્શનમાં રહેતો હતો. ત્યારબાદ આ પગલું ભરી લીધું હતું. વિનોદના મોત બાદ તેના પરિવારમાં કોઈ કમાવા વાળું નથી. પરિવારે આર્થિક આધાર જ ગુમાવી દીધો છે.