બનાવ@રાજકોટ: યુવકે પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી છવાઈ

પરિવારે યુવાન પુત્ર ગુમાવતાં કલ્પાંત 
 
ઘટના@ગુજરાત: પતિના માનસિક ત્રાસથી પત્નીની ગળે ફાંસો ખાઇ આત્મહત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવ સામે આવતા હોય છે. લોકો સામાન્ય બાબતે પોતાની જીવન ટૂંકાવી દેતા હોય છે. રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં રાજ મહેશ લુણાગરિયા ગઈકાલે રાતના 11.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે પરિવારને જાણ થતાં દોડી આવી 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ના સ્ટાફે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો .

જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક યુવક પરિવારનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પરિવારે યુવાન પુત્ર ગુમાવતાં કલ્પાંત સાથે અરેરાટી છવાઈ હતી.