બનાવ@રાજકોટ: યુવાન અચાનક કુવામાં પડી જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું

માતાપિતા પર આભ ફાટ્યું

 
બનાવ@રાજકોટ: યુવાન અચાનક કુવામાં પડી જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  જેતપુર શહેરના નાજાવાળા પરા વિસ્તારમાં આવેલ ભાડિયા કૂવામાં આજે સાંજના સમયે તે વિસ્તારમાં જ રહેતો યુવાન પડી જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેતપુરના નાજાવાળા પરા વિસ્તારમાં રહેતો દિપક ભીખુભાઇ વનાર ઉવ ૨૦ નામનો યુવાન આજ સાંજના સમયે તે જ વિસ્તારમાં આવેલ રાજાશાહી વખતનો ભાડિયા કુવાની પાર પર તેના મિત્રો સાથે બેઠો હતો.

ત્યારે કોઈ કારણસર તે કૂવામાં પડી ગયો હતો. જેથી તેના મિત્રોએ તરત જ શોરબકોર કરતા સ્થાનિકો કુવા પાસે એકઠા થઇ ગયા હતાં. અને દિપક કુવાના પાણીમાં દેખાતો ન હોવાથી સ્થાનિક યુવાનોએ લોખંડના હુક વાળી મીંદડી દોરડા સાથે બાંધી કુવાના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી.

થોડીવારમાં પાલિકાના ફાયર વિભાગના જવાનો આવી જતા સ્થાનિક યુવાનો તેમજ નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા કૂવામાં જંપલાવી દીપકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક બે ભાઈઓ હતા જેમાં મોટો ભાઈ થોડા સમય પેલા મરણ ગયેલ અને આજે નાના ભાઈ દિપકનું પણ મોત થતા તેઓના માતાપિતા પર આભ ફાટી પડ્યું હતું.