બનાવ@ગોંડલ: 32 વર્ષીય યુવાને એકલવાયા જીવનથી કંટાળી ગળેફાસો ખાધો

એકલવાયા જીવનથી કંટાળી ગળાફાસો ખાધો
 
બનાવ@ગોંડલ: 32 વર્ષીય યુવાને એકલવાયા જીવનથી કંટાળી ગળેફાસો ખાધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા સુનિલ ઉમેશભાઈ સોલંકી નામના યુવાને ગતરાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેણે એક વર્ષ પહેલા છુટાછેડા લીધા હતાં. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત શાપર બેરીંગના કારખાનામાં છૂટક મજૂરી કરીને પોતાનું જીવનનિર્વાહ ચલાવતા.

અરવિંદભાઈ નાનજીભાઈ જાદવ એકલવાયા જીવનથી કંટાળી પોતાના ઘરે બે દિવસ પહેલા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેનો મૃતદેહ બે દિવસ સુધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જ લટકતો રહ્યો હતો. પાડોશીઓને દુર્ગંધ આવતા બનાવની જાણ થઈ હતી.